મળમાસને આ રીતે ઘુ્રજતો અને રૂદન કરતો જોઈને ભગવાને કહ્યું, ‘હે વત્સ ! તું ઊભો થા. તારું કલ્યાણ થશે. મારે તારા દુઃખનું નિવારણ કરવું જ પડશે. તું મારી સાથે ગોલોકમાં શ્રીકૃષ્ણ પાસે ચાલ.’
આમ કહીને ભગવાન મળમાસને સાથે લઈને ગોલાકમાં જવા રવાના થયા. આખે રસ્તે ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપનું વર્ણન કરતા હતા, તે કહેતા હતા ઃ ‘ભક્ત વત્સલ ! શ્રીકૃષ્ણ ભગવાન બે હાથવાળા છે. તે શ્યામળા અને તેજોમય શરીર પર પીળાં પીતાંબર ધારણ કરે છે, તેમની મોરલીની મઘુર અવાજથી ભક્તોના મન પ્રસન્ન થાય છે. તે કીમતી ઘરેણાં પહેરે છે, કેસર, ચંદન, કસ્તુરી ઈત્યાદીનો લેપ કરે અને હીરા મોતી જડેલા સોનાના સંિહાસન પર બેસે છે. યોગીજનો તેમને ‘પૂર્ણકામ’ કહે છે. કારણ કે તેમને કોઈ જાતની ઈચ્છાઓ જ નથી. પોતાના ભક્તોની ઈચ્છાઓને પાર પાડવા માટે જ ભગવાન આ સ્વરૂપે ગોલોકમાં વસે છે. આવા શ્રીકૃષ્ણની કૃપાથી તારા બધા દુઃખો જરૂર નાથ પામશે.’ આ રીતે વર્ણન કરતા તે ગોલોકમાં આવી પહોંચ્યા. ત્યાંના રસ્તાઓ રત્નોથી જડેલા હોઈ ખૂબ જ શોભાયમાન દેખાતા હતા. ત્યાં શૌનકમુનિએ પૂછ્યું ! ‘હે પ્રભુ ! ગોલોકમાં ગયા પછી મળમાસનું શું થયું ?’
સૂતમુનિએ કહ્યું ઃ ‘હવે હું તમને એ જ કથા કહી સંભળાવું છું તે એક ચિત્તે સાંભળો.’
અઘ્યાય : ૬ મળમાસનું દુઃખ સાંભળે છે
સૂતપુરાણીએ આગળ કહેવા માંડ્યું ઃ ‘ગોલોકમાં
હીરામોતીના થાંભલાથી સોભાયમાન એવું ભગવાનનું મંદિર છે ત્યાંનું તેજ જોઈને મળમાસ
અંજાઈ જ ગયો. ભગવાન વિષ્ણુ તેને દોરીને આગળ ચાલવા લાગ્યા. દ્વારપાળોએ તેમને નમી
નમીને પ્રણામ કર્યા, ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓના વચ્ચે રત્નજડિત સંિહાસન પર બેઠા
હતા. તેમને વિયન પૂર્વક નમસ્કાર કરીને અને બે હાથ જોડીને ભગવાન વિષ્ણુએ અને મળમાસે
તેમની સ્તુતિ કરવા માંડી- અમે આપને વંદન કરીએ છીએ. હે પ્રભો ! આખું જગત નાશવંત છે.
કેવળ આપ જ અમર છો. નિરાકર હોવા છતાં પણ આપ જગતના કલ્યાણ માટે અવતાર ધારણ કરો છો,
આપનું સ્વરૂપ અનંત અને સચ્ચિદાનંદ છે. હે રાસેશ્વર ! અમે આપને પ્રણામ કરીએ
છીએ.’
મૃત્યુલોકના મનુષ્યોને સુખ આપનારી આવી મઘુર વાણી સાંભળીને
ભગવાન શ્રીકૃષ્ણે પ્રસન્ન વદને લક્ષ્મીપતિ અને મળમાસ સામે જોયું.
ઘુ્રજતા મળમાસને જોઈને પૂછ્યું ઃ ‘તમારી સાથે આ કોણ
છે ? તેનું મોં આટલું બઘું ઉદાસ કેમ દેખાય છે ? ગોલોકમાં આવ્યા
પછી કોઈ દુઃખી રહેતું નથી. તો પછી તેને એવું તે શું દુઃખ છે કે તે આમ થરથર ઘૂ્રજી
રહ્યો છે ? તેનાં આંસુ કેમ બંધ થતાં નથી ?’
શ્રીકૃષ્ણના આ બદા પ્રશ્નો સાંભળીને વિષ્ણુએ સંિહાસન પરથી
ઉભા થઈને કહ્યું ઃ ‘હે મોરલીધર ! આ કમનબીબ જીવનું નામ અધિક માસ છે. તેના દુઃખનો
કંઈ પાર નથી. આ દુઃખમાંથી મુક્તિ મેળવવાની આશાએ જ તે આપને શરણે આવ્યો છે, બધાં પ્રાણીઓ,
વનસ્પતિઓ, મહિનાઓ એને ધણી વિનાનો ગણે છે અને ‘મળમાસ’ કહીને ચીડાવે છે.
કોઈક દયાળુના કહેવાથી તે મારી પાસે આવ્યો. તેણે મને તેનું દુઃખ કહ્યું, આથી હું તેને આપની
પાસે લાવ્યો છું. આપ સંકટમોચન કહેવાઓ છો, હું તેને દુઃખમાંથી મુક્ત કરવાની આપને
વિનંતી કરું છું. હે દયાનિધી ! આપને શરણે આવનારનું દુઃખ જરૂર દૂર થાય છે. માટે આપ
આ મળમાસનું દુઃખ દૂર કરો અને મારા આવવાનું પ્રયોજન સિદ્ધ કરો.’
શૌનકે પૂછ્યું ઃ ‘હે સૂતદેવજી ! ગોલોકવાસી શ્રીકૃષ્ણે
વિષ્ણુનાં વચનો સાંભળીને શું કહ્યું તે અમોને જણાવો, તેમના વાક્યોથી
લોકોનું કલ્યાણ થાય છે.’
અઘ્યાય : ૭ પુરૂષોત્તમ માસ
સૂતપુરાણી આગળ કહેવા લાગ્યા ઃ ‘હે ૠષિઓ ! ભગવાન
વિષ્ણુએ કહેલું મળમાસનું દુઃખ સાંભળીને શ્રીકૃષ્ણે કહ્યું ’
‘હે વિષ્ણુ ! આ મળમાસનું દુઃખ દૂર કરવા માટે તમે જે શ્રમ
લીધો છે, તેનાથી તમારી કીર્તિમાં વધારો થશે. તમે જેને આશ્રય આપ્યો છે,
તેનો હું પણ સ્વીકાર કરું છું. અધિક માસને હું મારા બધા ગુણોનું દાન આપું છું.
મને લોકો પુરુષોત્તમ કહે છે. જેનો કોઈ પતિ નથી તેનો પતિ હું છું. હવેથી આ મળમાસ
પુરુષોત્તમ માસ તરીકે ઓળખાશે. આજથી તે બધા મહિનાઓમાં શ્રેષ્ઠ બનશે. આ માસમાં તીર્થ,
વ્રત અને દાન કરનાર અઢળક ધન અને મુક્તિ મેળવશે. આ માસની વિધિ અનુસાર પૂજા
કરનારનાં બધાં પાપો બળીને ખાખ થઈ જશે. હે વિષ્ણુ ! સંયમી જીવન ગાળનારા અને
ચોમાસામાં વરસાદ, ઠંડી અને ગરમી સહન કરનારા યોગી લોકો પણ અહીં સુધી આવી શકતા
નથી, પરંતુ જે લોકો આ પુરુષોત્તમ માસની પૂજા કરશે તેઓ અવશ્ય ગોલાકમાં આવી શકશે. બધા
મહિનાઓમાં આ માસ શ્રેષ્ઠ છે અને તે અનંત ફળ આપે છે.’
‘હે લક્ષ્મીપતિ ! ચાતુર્માસમાં અને બીજા વ્રતોથી મનુષ્યો
સ્વર્ગમાં જાય છે, પરંતુ તેમનું પૂણ્ય ખલાસ થતાં તેમને ફરીથી મૃત્યુલોકમાં
અવતાર ધારણ કરવો પડે છે. આ પુરુષોત્તમ માસનું વ્રત કરનાર હંમેશને માટે જન્મ-મરણ
અને આધિ-વ્યાધિનાં દુઃખોમાંથી મુક્ત થાય છે. જે લોકો આ માસનું વિધિ અનુસાર
વ્રત-પૂજન કરશે તેમની ચંિતા મારે કરવાની રહેશે, કારણ કે આજથી હું
તેનો સ્વામી બન્યો છું. મારા ભક્તોની ઈચ્છાઓ હું પૂરી કરીશ. હું ભક્તોની વિશેષ
સંભાળ રાખું છું. પુરુષોત્તમમાસની આરાધના કરનારનાં સંકટ દૂર કરવામાં હું સ્હેજ પણ
વિલંબ નહીં કરું. જે આજ્ઞાની અને મૂર્ખ લોકો આ માસમાં જપ, તપ, નિયમ અને દાન નહીં
કરે તેમને સ્વપ્નમાં પણ સ્વર્ગ નહીં મળી શકે. આ માસનો તિરસ્કાર કરનાર અને ધર્મ
નહીં પાળનાર નરકમાં જશે. કોઈ વાંઝિયો મનુષ્ય આ માસમાં વ્રત કરશે, તો તેને પુત્ર
પ્રાપ્તિ થશે. પુરુષોત્તમ માસના વ્રતથી દુર્ભાગી ભાગ્યશાળી અને ગરીબ ધનવાન બનશે. આ
માસને આજથી સૌ પૂજશે. કારણ કે મેં તેને મારું ઉત્તમ તેજ આપેલું છે. હવે તમે તેને
ખુશીથી લઈ જઈ શકો છો.’
ભગવાન શ્રીકૃષ્ણનાં આવાં વચનો સાંભળીને વિષ્ણુએ પ્રસન્ન
મુખે નમસ્કાર કર્યા પછી તે અધિક માસને સાથે લઈને વૈકુંઠ લોકમાં પધાર્યા. તે દિવસથી
આ મળમાસ જગતમાં પુરુષોત્તમ માસના નામથી ઓળખાવા લાગ્યો.
અઘ્યાય : ૮ મેઘાવીનો સ્વર્ગવાસ
નારાયણે કહ્યું ઃ ‘હે નારદ ! આ સંવાદ સાંભળીને મળમાસને સંતોષ થયો.’
‘ભગવાન શ્રીકૃષ્ણ કામ્યકવનમાં રહેલા પાંડવોને કહેવા લાગ્યા ઃ ‘હે ધર્મરાજા ! પુરુષોત્તમ માસનાં વ્રત, નિયમ વગેરે નહીં કરવાને લીધે આ રીતે જંગલમાં રહેતા હોવા છતાંય તમારે દુઃખો ભોગવવાં પડે છે. તમે શત્રુઓના ભયને લીધે જ આ ઉત્તમ વ્રતને ભૂલી ગયા છો, એટલે તમારો દોષ નથી, દુઃખ કે સુખની પ્રાપ્તિ નસીબને યોગે જ થાય છે. વળી તમારા દુઃખોનું એક બીજું પણ કારણ છે. તમારી પત્ની પૂર્વજન્મમાં મેઘાવી નામના ૠષિની પુત્રી હતી. રૂપગુણમાં તેની જડે જડે તેમ નહતી. ૠષિએ તેને ઘણા લાડકોડથી ઉછેરી હતી. તેને સાહિત્ય, સંગીત અને કલામાં પારંગત કરી હતી.
દશ વરસની ઉંમરે પરોંચેલી આ મેઘાવતીએ એક વખત તેના પડોશમાં રહેતી તેની બહેનપણીને તેના પુત્રને રમાડતી જોઈ, તેથી તેને પણ સંતાન સુખની ઈચ્છા થઈ આવી. તે વિચાર કરવા લાગી. મને મારી સખીના જેવું સુખ મળે તો કેવું સારૂ ? મારે તેના પતિ જેવો ગુણવાન પતિ મેળવવા માટે ક્યા દેવની આરાધના કરવી જોઈએ ? હું ઉંમરલાયક થઈ છું છતાં પણ મારા પિતા શા માટે મારો વિવાહ નહીં કરતા હોય ? મારી માતા જીવતી હોત તો તે જરૂર મારું દુઃખ દૂર કરત.
આ કન્યાના પિતા મેઘાવી ૠષિ પણ પુત્રી માટે ચંિતા કરતા હતા. તે પુત્રી માટે યોગ્ય વરની શોધમાં જુદા જુદા ગામોમાં અને તપોવનમાં ફરતા હતા. આ રીતના મુસાફરીના શ્રમથી તે માંદગીને બિછાને પટકાઈ પડ્યા. જેમ તેમ કરીને પોતાના આશ્રમમાં આવ્યા. તેમનાથી ચાલી પણ શકાતું નહોતું. તે અડધા બેભાન જેવા બની ગયા હતા. પિતાની આ દશા જોઈને મેઘાવતી મૂંઝાઈ ગઈ, મરણને આરે પહોંચેલા પિતાની ભાગી-તૂટી વાણીથી તેણે તેમની ચંિતા જાણી લીધી. મેઘાવી મુનિએ છેવટે હતાશ થઈને ભગવાનનું સ્મરણ કર્યું ઃ ‘હે દીનાનાથ ! હે રાધારમણ ! હું સંસાર સમુદ્રમાં ડૂબેલો છું. મારૂં કલ્યાણ કરો. આપની કૃપા વિના મારું દુઃખ દૂર થઈ શકે તેમ નથી, આપ મારા નિરાધારના આધાર છો, આપને હું નમસ્કાર કરું છું.’
મેઘાવી ૠષિની આવી નમ્ર સ્તુતિ સાંભળીને પરમાત્માના દૂતો ત્યાં હાજર થયા. તેમણે ૠષિના આત્માને પરમેશ્વરના ચરણકમળમાં પહોંચાડ્યો. પિતાને મૃત્યુ પામેલા જોઈને મેઘાવતી ગાંડા જેવી થઈ ગઈ. પિતાના શબને ખોળામાં લઈને તે ચોધર આંસુએ રડવા લાગી. તે કહેવા લાગી ઃ ‘હે પિતાજી ! મને આનંદ અને પોષણ આપનાર તમે મને કોના આધારે છોડીને જતા રહ્યાં ? હવે મારૂં પાલન-પોષણ કોણ કરશે ? મારે મા કે ભાઈ પણ નથી. આ ઘોર જંગલમાં હું કેવી રીતે રહી શકીશ ? મને અનાથ મૂકીને તમે ક્યાં ચાલ્યા ગયા ? આ રીતે જીવવું તેના કરતાં મરી જવું તે વધારે સારું છે.’
ૠષિ કન્યાનો આ વિલાપ સાંભળીને બધા ૠષિઓ ત્યાં દોડી આવ્યા. સૌએ મેઘાવતીને આશ્વાસન આપ્યુ, પછી ૠષિના શબને અગ્રિસંસ્કાર કર્યા. ત્યારબાદ સૌ ૠષિઓ પોતપોતાના આશ્રમે પાછા ફર્યા.
મેઘાવતીએ પિતાની પાછળ યોગ્ય શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે કર્યું. તેની સ્થિતિ હવે મા વિનાના વાછરડા જેવી હતી. દિન પર દિન શરીર સુકાતું જતું હતું. પરંતુ દુઃખનું ઓસડ દા’ડા’ એ ન્યાયે સમય પસાર થતાં તે પોતાનું દુઃખ ધીમે ધીમે ભૂલવા લાગી.
અઘ્યાય : ૯ દુર્વાસા પ્રસન્ન થાય છે
પિતાનું સ્મરણ કરતી મેઘાવતી શોકમાં દિવસો પસાર કરતી હતી. આવી પડેલું દુઃખ ક્યારે દૂર થાય તેની તે રાહ જોતી હતી, એટલામાં દેવયોગ મહાન ક્રોધી અને તપસ્વી એવા દુર્વાસા મુનિ એ આશ્રમમાં પધાર્યા. તેમનું સ્વરૂપ જટાધારી શંકર જેવું ભંયકર હતું. તેમનાં ક્રોધી સ્વભાવથી દેવો પણ ડરતા હતા.
એક વખત ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી સાથે આ ૠષિ રથમાં બેસીને વનમાં પ્રવાસ કરતા હતા રૂક્ષ્મણીને ખૂબ જ તરસ લાગતાં તેમણે શ્રીકૃષ્ણ પાસે પાણીની માગણી કરી, શ્રીકૃષ્ણે પગના અંગૂઠાથી જમીનને દબાવી, તેમાંથી પાણીનો પ્રવાહ પ્રગટ થયો. આ પાણીથી રૂક્ષ્મણીએ તરત છીપાવી. આ જોઈને દુર્વાસાનો ક્રોધ કાબૂમાં ન રહ્યો. તેમણે કહેવા માંડ્યું ઃ ‘હે કૃષ્ણ ! જમીનમાંથી ગંગાજળ કાઢીને તમે રૂક્ષ્મણીને પાયું છે. તેમ કરીને તમે મારું અપમાન કર્યું છે. માટે હું તમને શાપ આપું છું. તમારો બન્નેનો વિયોગ થશે.’
આવા આ દુર્વાસા મુનિ પ્રસન્ન થતા ત્યારે વરદાન પણ આપતા. તેમની માતાનું અનસૂયાદેવી હતું. તેમને આશ્રમમાં પધારેલા જોઈને મેઘાવતીએ તેમને દંડવત્ પ્રણામ કરીને યોગ્ય સન્માન આપ્યું. તેમનું પૂજન કરીને તેણે કહ્યું ઃ ‘આપને હું નમસ્કાર કરું છું. આપના દર્શનથી મારો જન્મ સફળ થયો છે. આપના આગમનથી મારો આશ્રમ પવિત્ર થયો છે.’
કૈલાસપતિના અંશ સમા એ ૠષિએ પ્રસન્ન થઈને કહ્યું ઃ ‘હે પુત્રી ! તે મારા પિતૃકુળનો ઉદ્ધાર કર્યો છે હું કૈલાસ પર્વત પરથી તારો ધર્મપ્રેમ જોવા માટે જ અહીં આવ્યો છું. અહીંથી હું બદરિકાશ્રમ તરફ જવાનો છું.’
ૠષિના આ વચનો સાંભળીને મેઘાવતીએ કહ્યું : ‘હે ૠષિ ! આપના દર્શનથી મારો શોક દૂર થયો છે. આપ જાણો તો છો જ કે આશ્રમમાં હું અનાથ જેવી એકલી રહું છું. આપ મારા પિતા સમાન છો. મારો કન્યાકાળ વીતી જાય છે તેની મને ચંિતા છે. આ ચંિતાને લીધે મને ભોજન પણ ભાવતું નથી મારી ઊંઘ પણ ઉડી ગઈ છે. કોઈ યોગ્ય પુરુષ મારું પાણિગ્રહણ કરે તેવો ઉપાય આપ મને બતાવો. મારું દુઃખ દૂર કરવાની હું આપને વિનંતી કરું છું.’ આમ બોલીને મેઘાવતી દુર્વાસા સામે બે હાથ જોડીને ઊભી રહી.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें