પુરુષોત્તમ માસની
કથા
પુરુષોત્તમ માસમાં દિવસમાં એક વાર
પુરુષોત્તમ માસની કથા વિદ્વાન બ્રાહ્મણના મુખે સાંભળવી અથવા ધ્યાનપૂર્વક વાચંવી સત્સંગ, સ્મરણ અને પ્રભુસેવાના
ત્રિવેણી
સંગમમાં સ્નાન કરી મોક્ષ મેળવવાનો મહામૂલો પાવન મહિનો એટલે પુરુષોત્તમ માસ
હું તો શ્રી રામ અને ભગવાન શંકરને જ દેવોમાં શ્રેષ્ઠ માનું છું. રાત દિવસ હું તેમનું જ ધ્યાન ધરું છું. આ દેવો મારાં
દુઃખ દૂર નહીં કરે ! આવા મળમાસનાં
તમે આટલાં બધાં
વખાણ કેમ કરો છો ?
મેઘાવતીના આ શબ્દો સાંભળતાં જ દુર્વાસામુનિની આંખો ક્રોધથી લાલચોળ બની ગઈ. મિત્રની નિરાધાર પુત્રી હોવાથી તેમણે શાપ ન આપ્યો, તેમણે વિચાર કર્યો કે, તે બાળક બુદ્ધિ હોવાથી પોતાનું હિત સમજી વિચાર કર્યો કે, તે બાળક બુદ્ધિ હોવાથી પોતાનું હિત સમજી શકતી નથી. તેને પુરુષોત્તમ માસના પ્રભાવની ખબર હોય એમ જણાતું નથી. તેમણે કહ્યું : 'હે પુત્રી ! તેં પુરુષોત્તમ માસનો તિરસ્કાર કર્યો છે. તારે તેનું ફળ આવતા જન્મમાં ભોગવવું પડશે. આમ કહીને દુર્વાસા મુનિ ત્યાંથી રવાના થયા. પુરુષોત્તમ માસનો અનાદર કરવાથી તે ઋષિકન્યા તેજ વિનાની બની ગઈ. તેને પસ્તાવો થવા લાગ્યો. તેણે તત્કાળ ફળ આપનાર શંકર ભગવાનની આરાધના કરવાનો નિશ્ચય કર્યો.'
અઘ્યાય : ૧ શુકદેવજીની
પધરામણી
એક સમયે નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી બધા ૠષિઓ ભેગા થયા. આ
બદા ૠષિઓ અને તેમના શિષ્યો સર્વ વેદો અને શાસ્ત્રોના જાણકાર હતા. તેમનું
આચરણ ખૂબ જ પવિત્ર હતું, લોકોનું ભલું કરવાના કાર્યમાં તેમનો સમય
પસાર થતો હતો. તે સ્થાનમાં એક ક્ષણ (નિમિષ) પણ પ્રભુના
નામના સ્મરણ વિનાની ન જતી, એટલે જ તેને નૈમિષારણ્ય
કહેવામાં આવતું.આ નૈમિષારણ્યમાં એક વાર સૂતપુરાણી પધાર્યા. તેમને આવેલા જોઈને બધા ૠષિઓએ તેમની પાસે જઈને પ્રણામ કર્યા અને કહ્યું ઃ ‘સૂતદેવજી, આપની કથા સાંભળવાથી અમને સંતોષ થાય છે. સંસારરૂપી સમુદ્રમાં મનુષ્યો ડૂબકાં ખાતા હોય છે. તેમનું કલ્યાણ થાય તેવી કોઈક કથા અમને કહો. અમારા અજ્ઞાનરૂપી અંધકારને આપ જ દૂર કરી શકો તેમ છો.’ સૂતદેવજીએ કહ્યું કે : ‘હે ૠષિઓ, તમારો પ્રશ્ન યથા સ્થાને છે.’ સૌ પ્રથમ હું પુષ્કર નામે પવિત્ર તીર્થ સ્થાનમાં ગયો. ત્યાંથી મથુરા, પ્રયાગ, કાશી અને ગયા ક્ષેત્રમાં ગયો. ત્યાંથી દક્ષિણ અને પૂર્વનાં બધાં તીર્થક્ષેત્રોમાં યાત્રા કરીને બદ્રિકાશ્રમ તરફ ગયો. ત્યાંથી પવિત્ર સરસ્વતીને તીરે આવેલ સિદ્ધક્ષેત્ર તરફ ગયો. ત્યાંથી હું હસ્તિનાપુર તરફ ગયો. ત્યાં જતાં મને ખબર પડી કે, ત્યાંના પરીક્ષિત રાજા રાજગાદીનો ત્યાગ કરીને ગંગાજીના કિનારે જઈને તપ કરવા બેઠા છે. તેમની આસપાસ સિદ્ધ ૠષિ મુનિઓ અને મહાત્માઓ બેઠા છે. રાજા તેમને સંસારમાંથી મુક્તિ મેળવવાનો સરળ માર્ગ પૂછે છે. આ બધાંની વચ્ચે કેવળ સોળ જ વર્ષની ઉંમરના દંિગંબર અને તેજસ્વી શુકદેવજી બેઠા હતા. પરીક્ષિત રાજા તેમને વિનયપૂર્વક પ્રશ્નો પૂછે છે. શુકદેવજીનાં વચનો સાંભળવાથી, પરીક્ષિત રાજાની મુક્તિ થઈ. ત્યાંથી હું અહીં નૈમિષારણ્યમાં બધા ૠષિ મુનિઓનાં દર્શન માટે આવ્યો છું. ‘મહર્ષિઓ, તમે સૌ જ્ઞાની, તપસ્વી અને પવિત્ર છો. આપનાં દર્શન કરીને કૃત કૃત્ય થયો છું.’
અઘ્યાય : ૨ નારદમુનિનો પ્રશ્ન
શુકદેવજીના આ વચનો સાંભળીને બધા ૠષિઓને ખૂબ જ આનંદ
થયો. આટલા બધા જ્ઞાની હોવા છતાં અભિમાન વિનાના આ
સૂતદેવજીની વાણીનો લાભ મેળવવાની ઈચ્છાથી શૌનકમુનિએ બે હાથ જોડીને વિનંતી કરી
ઃ‘હે સૂતદેવજી, આપની પાસે જે દેવી ઔષધ છે. તેનાથી સંસારનાં બધાં દુઃખો દૂર થઈ જાય તેમ છે. બાલ તપસ્વી શુકદેવજીના મુખમાં સાક્ષાત વેદવાણીનો વાસ છે, તેમનાં વચનો સાંભળવાનો અમૂલ્ય લ્હાવો અમને લેવા દો. આપ અહીં પધાર્યા છો તે અમારૂં સદ્ભાગ્ય છે. આપે સાંભળેલા કથારૂપી અમૃતનું અમને પાન કરાવો.’ સૂતદેવજીએ હાસ્ય કરીને કહ્યું ઃ ‘હે ૠણિઓ, આપ સૌ મારા તરફ આટલા પૂજ્યભાવથી જુઓ છો, તે જોઈને મને આનંદ થાય છે. હું તો અલ્પબુદ્ધિ છું. આપના જેવા જ્ઞાનીઓના સત્સંગથી મને કથા-કીર્તન પર પ્રેમભાવ ઉત્પન્ન થયો છે. હું આપને વેદવ્યાસને મૂખેથી સાંભળેલી કથા સંભળાવું છું- એક વાર નારદજી ગંગાના કિનારા પર આવેલા નરનારાયણના આશ્રમમાં પધાર્યા. તેમણે ભગવાન નારાયણને નમસ્કાર કરીને કહ્યું ઃ ‘હે ભગવાન ! આપ ભૂત ભવિષ્ય અને વર્તમાનના જાણકાર છો. આપ કૃપાના સાગર છો. આપ સત્ય સ્વરૂપ છો. આપ સાક્ષાત્ નારાયણ હોવા છતાં તપશ્ચર્યા કરીને લોકોને સંયમ અને કષ્ટ સહન કરવાનો બોધ આપો છો. આપ મર્યાદાનું રક્ષણ કરો છો. આપને હું નમસ્કાર કરું છું. હું આપના શરણે આવ્યો છું. આ કળિયુગમાં આપના આવા પુણ્યને લીધે જ જગતનો ઉદ્ધાર થાય છે. હે ભગવન્ ! પુણ્ય અને પાપના આચરનારને તેનાં કર્મોને યોગ્ય સુખ અને દુઃખ મળવા જોઈએ. બધાં મનુષ્યો તેમાંથી પાછાં ફરી શકતાં નથી. હે નાથ ! હું મૃત્યુલોકમાંથી આપની પાસે આવું છું. આપ મૃત્યુલોકનાં મનુષ્યો પર કૃપા કરીને તેમનું કલ્યાણ થાય તેવા કોઈ સારા વ્રતનો સારાંશ કહી સંભળાવો.’ નારદજીનો આ પ્રશ્ન સાંભળીને ભગવાન નારાયણે સ્મિત કરતાં કહ્યું... ‘હે નારદ ! તમારા જેવા પરોપકારી મહાત્માએ જ જગતનું કલ્યાણ કરી શકે તેમ છે.’ વૃંદાવન વિહારી ગોપીજન વલ્લભ ભગવાને શ્રીકૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માનાં બધાં દુઃખોનો નાશ થાય છે. હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભાળવું છું. તે સાંભળો. આ પુરૂષોત્તમ માસની કથા પરમ પવિત્ર અને મોક્ષદાયક છે. આ કથા સાંભળનારને દુઃખ દારિદ્રય અને ચંિતાઓનો નાશ થાય છે. અમે તેને મોક્ષ મળે છે. મહર્ષિ નારદે તેમને વિનય પૂર્વક પ્રણામ કરી પૂછ્યું ઃ ‘હે પ્રભો ! આ પુરૂષોત્તમ માસ ક્યો માસ છે અને તેનું શું માહાત્મ્ય છે ! તેના અધિષ્ઠાતા દેવ કોણ છે ? આ બધી કથા કૃપા કરીને વિસ્તાર પૂર્વક જણાવો. ’ સૂતપુરાણીએ કહ્યું ઃ ‘હે મુનિઓ ! નારદજીનો આ પ્રશ્ન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું-’ હે નારદ ! પુરૂષોત્તમ એ એક મહિનાનું નામ છે. તેના અઘિષ્ઠાતા પુરૂષોત્તમ માસ કહેવામાં આવે છે. આ માસમાં જે કોઈ વ્રત કરે છે. તેના પર પુરૂષોત્તમ ભગવાન સંતુષ્ટ થાય છે. નારદજીએ ફરીથી પ્રશ્ન કર્યો ઃ ‘હે પ્રભો ! મેં કોઈ દિવસ પુરૂષોત્તમ માસનું નામ સંભળ્યું નથી. ક્યા મહિનાને પુરૂષોત્તમ માસ કહેવામાં આવે છે ? આ માસમાં વ્રત, તપ અને ઉપવાસ કેવી રીતે કરવા જોઈએ ? આ માસમાં વ્રત, તપ અને ઉપવાસ કેવી રીતે કરવા જોઈએ ? આ માસનું વ્રત કરનારને શું ફળ પ્રાપ્ત થાય છે ? જગતમાં દુઃખોનો પાર નથી. રોગો, દુર્બળતા, બુદ્ધિનો અભાવ, મૂર્ખતા ઈત્યાદી વધી પડ્યાં છે. તેમને શાંતિ અને દિલાસો મળે તેવો સરળ ઉપાય આપ બતાવો.’ સૂતપુરાણીઓ કહ્યું ઃ ‘હે મુનિવરો ! નારદજીની પ્રાર્થના સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના મનુષ્યો પર કૃપા કરીને પવિત્ર પુરૂષોત્તમ માસના માહાત્મ્યનું વર્ણન કરવાની શરૂઆત કરી.’ અઘ્યાય : ૩ માશમાસની શરણાગતિ ભગવાન નારાયણે નારદજીને કહ્યું ઃ હે નારદ ! આ કથા શ્રીકૃષ્ણે ધર્મરાજાને કહી સંભળાવી હતી. આ કથા સાંભળીને પાંડવો કૌરવોના ત્રાસથી મૂકત થતા હતા. દુષ્ટ દુર્યોધન અને બીજા કૌરવો પાંડવોને અત્યંત કષ્ટ આપતા હતા. કૌરવોએ પાંડવોને લાખાગૃહમાં બાળી નાખવાનો પ્રપંચ કર્યો, પાંડવો સાથે જુગટું રમીને તેમને કપટથી હરાવ્યા. દુઃશાસન સતી દ્રોપદીને ભરસભામાં ચોટલો ખેંચીને લાવ્યો. દુર્યોધને તેનાં વસ્ત્રો ખેંચીને તેને નગ્ન કરવાની આજ્ઞા કરી. દ્રોપદીએ નવ્વાણું વસ્ત્રો પૂરીને દ્રોપદીની મર્યાદા રાખી. પાંડવોએ શરત પ્રમાણે તેર વર્ષનો વનવાસ સ્વીકાર્યો. પાંડવો અને દ્રૌપદીની કામ્યક નામના વનમાં રહેતાં હતાં. ભક્તોનું દુઃખ સહન ન કરી શકનાર ભક્તવત્સલ ભગવાન તેમની સંભાળ લેવા પધાર્યા. કોપાયમાન થયેલા ભગવાન કૌરવોનો સંહાર કરવા ઈચ્છતા હતા. બે હાથ જોડીને અર્જુને તેમને કહ્યું ઃ જગતની ઉત્પત્તિના કારણરૂપ હે પ્રભો ! આપ આટલા ક્રોધાયમાન શા માટે થયા છો ? આપ તો જગતના પાલનકર્તા કહેવાઓ છો. આપ શાંતિ ધારણ કરો. અમે આપને શરણે છીએ. અર્જુનની આવી નમ્ર વાણી સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ એકદમ બદલાઈ ગયું. પાંડવોએ તેમનું ફળ ફૂલથી પૂજન કર્યું. પૂર્ણિમાના ચંદ્ર જેવું શીતળ હાસ્ય કરીને તેમણે કહ્યું ઃ ‘હે અર્જુન ! મને ગમે તેવાં કષ્ટો પડે તે હું સહન કરી શકું છું, પરંતુ મારા ભક્તોનું રાઈના દાણા જેટલું દુઃખ પણ મારા મનથી મેરૂ પર્વત જેટલું મોટું છે. મારા ભક્તોનાં દુઃખ દૂર કરવા માટે મારે અજન્મા હોવા છતાં જન્મ લેવો પડે છે. તમારા દુઃખો હવે ટૂંક સમયમાં દૂર થઈ જશે. મનુષ્યને આ જન્મમાં જે સુખ-દુઃખ ભોગવવાં પડે છે. અથવા લાભ-નુકશાન થાય છે તે કર્મના ફળ સ્વરૂપ જ હોય છે, આ કર્મના બંધનો દૂર કરવા માટે વ્રત, તપ, ધર્મ, સંયમ ઈત્યાદિથી શરીર અને આત્માને પવિત્ર બનાવવાં જોઈએ. હવે પછી જે મહિનો આવે છે, તેને અધિક માસ કહેવામાં આવે છે. તમે સૌ તેનું વ્રત કરો. તે વ્રતના પ્રભાવથી તમને રાજભવન અને સુખ ફરીથી પ્રાપ્ત થશે.’ ભગવાનનાં આ વચન સાંભળીને અર્જુને પૂછ્યું ઃ ‘પ્રભો ! આ અધિક માસ શું છે ? તેનું વ્રત શા માટે કરવું ? તેનાથી શું ફળ પ્રાપ્તિ થાય છે ? કૃપા કરીનેઆ બઘુ મને કહી સંભળાવો.’ શ્રીકૃષ્ણ ભગવાને જવાબ વાળ્યો, ‘વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ અને વિપળ-આ બધા કાળના વિભાગો છે. સમુદ્ર, નદી, તળાવ, કૂવા, ઝરા ઈત્યાદિ જળના વિભાગો છે. આ બધા વિભાગોના જુદા જુદા દેવો અધિષ્ઠાતા છે. આ બધા વિભાગોને તેમના દેવોનીી કૃપાથી સુખ મળતું હતું. કાળે કરીને તેમનામાં અધિક માસનો ઉમેરો થયો, આ માસનો કોઈપણ અધિષ્ઠાતા દેવ ન હતો. તેથી લોકો તેને મળમાસના નામથી ઓળખવા લાગ્યા. આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હોવાથી લોકો તેને નંિદાપાત્ર ગણતા. તેને મલિન માનીને કોઈપણ સત્કાર્ય કરતું નહિ. લોકો તેને નિરુપયોગી સમજવા લાગ્યા ઃ’ આ રીતે હડઘૂત થયેલો તે માસ એકદમ નિરાશ થઈ ગયો. કેટલીક વાર તો તેને ગમે તેમ કરીને પણ મરી જવાની ઈચ્છા થઈ આવતી, છેવટે તે વૈકુંઠ લોકમાં મારી પાસે આવ્યો. તે મને આંખમાં આંસુ સાથે નમી પડ્યો, મને દંડવત્ પ્રણામ કરીને તેણે પોતાનું દુઃખ કહેવા માંડ્યું.’ ત્યાં તો શૌનકે કહ્યું ઃ ‘અમને આ કથા જરૂર કહી સંભળાવવાની કૃપા કરો.’ સૂતમુનિએ કહ્યું ઃ ‘શ્રીકૃષ્ણે પાંડવોને સંભળાવેલી અને નારાયણ ભગવાને નારદજીને કહેલી આ કથા કહું છું. તે તમે ઘ્યાનથી સાંભળો.’
અઘ્યાય : ૪ મળમાસની દુઃખ કથા
દુઃખ, તિરસ્કાર અને અપમાનને લીધે મળમાસનું જીવન ઝેર જેવું થઈ ગયું
હતું. ભગવાન વિષ્ણુનો ચરણ સ્પર્શ કરીને તેણે પોતાના દુઃખો સંભળાવ્યાં.
માળમાસે કહ્યું ઃ ‘હે કૃપાનિધાન ! હું આપને શરણે આવ્યો છું. મને શ્રદ્ધા છે કે,
આપ મારું રક્ષણ કરશો. હું જન્મથી જ નિરાધાર અને અનાથ છું. મળમાસ એવું
નામ આપીને મારા બીજા ભાઈઓએ મારું અપમાન કર્યું છે મારા
માટે આ રીતે જીવવું અસહ્ય છે. મારો કોઈ અદિષ્ઠાતા
નથી. આ ત્રીસ દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ પણ અટકી જાય છે. મને સૌ હડઘૂત
કરે છે. આપે માતા દેવકીને કંસના ત્રાસમાંથી ઉગારી લીધાં. યમુનાનાં ઝેરી
પાણી પીને મરણ પામેલા ગોવાળિયાઓને આપે સજીવન કર્યા. આપે સતી દ્રૌપદીની મર્યાદા
જાળવી. આપને હું મારૂં રક્ષણ કરવાની આજીજી કરૂં છું. કુબ્જાને તારનાર
અને ગજેન્દ્રને મોક્ષ આપનાર એવા આપ મારો ઉદ્વાર કરો.’આવા વચનો કહીને મળમાસ ભગવાન વિષ્ણુની સામે ઊભો રહ્યો. તેની આંખમાંથી દડદડ આંસુ વહેતાં હતાં. વિષ્ણુ ભગવાને દયાભાવે મળમાસને કહ્યું ઃ ‘વત્સ ! મારે શરણે આવેલો કોઈ પણ જીવમુક્ત થયા વિના પાછો ફરતો નથી. મારા ધામમાં આવેલાને દુઃખ, શોક કે મૃત્યુ નડતા નથી. તું નિરાશ થઈશ નહીં, તું રડવાનું બંધ કર તારે જે દુઃખ હોય તે મને કહે. હું તને દુઃખમાંથી જરૂર છોડાવીશ.’ ભગવાનની આવી વાણી સાંભળીને મળમાસને આનંદ થયો. તેણે બે હાથ જોડીને કહ્યું ઃ ‘હે કૃપાળુ ! આપને મેં મારૂં દુઃખ જણાવી દીઘું છે. આકાશની જેમ આપ સર્વવ્યાપી છો. મારૂં કોઈ નામ નથી, મારો કોઈ અધિષ્ઠાતા નથી અને મારો કોઈ આશ્રય નથી. મારો કોઈ તિરસ્કાર ન કરે અને મારા સમયમાં શુભ કાર્યો થઈ શકે તેવી મારા પર કૃપા કરો. આપના વચનો સાંભળીને મને ઘણો જ આનંદ થયો છે, લોકો મને યોગ્ય નામ આપે એવી કૃપા કરો. આપ દીન દયાળું છો. આ રીતે જીવવા કરતાં મરવું વધારે સારૂં.’ આમ કહીને મળમાસ ભગવાનનાં ચરણોમાં ઢળી પડ્યો. સૂતપુરાણી કહેવા લાગ્યા ઃ મુનિઓ ! ભગવાને મળમાસને શું જવાબ આપ્યો તે હું તમને કહી સંભળાવું છું. |

कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें