सोमवार, 1 अक्टूबर 2012

પિંડદાન કરી માતૃઋણ અદા કરવામાં આવે છે


પિંડદાન કરી માતૃઋણ અદા કરવામાં આવે છે
- સિધ્ધપુરમાં ભાદરવા માસે થતી શ્રધ્ધાપૂર્વક શ્રાધ્ધવિધિ 
સિધ્ધપુર માતૃગયા શ્રાધ્ધનું તીર્થ છે.
ગયામાં પિતાનું શ્રાધ્ધ કરવામાં આવે છે.
 તેમ માતાનું શ્રાધ્ધ સિધ્ધપુરમાં કરવામાં આવે છે. મહામુનિ કપિલદેવે પોતાની માતા દેવહુતિને સાંખ્યજ્ઞાાનનો ઉપદેશ આપી જીવન મુક્તિ અપાવી હતી. તે ઉપરથી માતૃશ્રાધ્ધ કરવાનું શરૃ થયેલ છે. દરેક સુપુત્રની એ ફરજ થઇ પડે છે કે તેણે પોતાની માતાનું શ્રાધ્ધ કરવાથી સ્વર્ગસ્થ માતાના આત્માને શાંતિ થાય તે માટે કરવામાં આવે છે. અને માતાને મુક્તિ મળ્યાનો અહેસાસ થાય છે. સિધ્ધપુરમાં બિન્દુસરોવર ખાતે શ્રાધ્ધવિધિ કરવામાં આવે છે. કાત્યાયન ઋષિએ એમ જણાવ્યું છે સરસ્વતી નદીકાંઠે અને બિંદુસરોવરે માતાનું શ્રાધ્ધ કરવાથી માતાનો મોક્ષ થાય છે.
શ્રાધ્ધવિધિ ઃ શ્રાધ્ધ શબ્દ શ્રધ્ધા ઉપરથી બનેલો છે. શ્રાધ્ધનો મહિમા જણાવતા શ્રાધ્ધ એટલે શ્રધ્ધા કાયમ કરવી. પિતૃઓ તરફથી નિષ્ઠા કાયમી કરવી એ છે. શ્રાધ્ધવિધિ બે પ્રકારની છે. એક પ્રત્યક્ષ અને બીજી અપ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ વિધિમાં બ્રાહ્મણોને પ્રત્યક્ષ પિતૃઓ તરીકે બેસાડીને શ્રાધ્ધ કરવામાં આવે છે જ્યારે અપ્રત્યક્ષવિધિમાં પિતૃઓના ટાટ મૂકીને પિતૃઓનું આવાહન કરી શ્રાધ્ધ કરવામાં આવે છે. શ્રાધ્ધવિધિ શ્રધ્ધાપૂર્વક કરવામાં આવે છે. શ્રાધ્ધવિધિમાં ''માતૃષોડશી''ના મંત્રો બોલીને સોળ પીંડ મૂકવામાં આવે છે.
(
૧) ગર્ભમાં ગયા પછી અને ગર્ભમાંથી મુક્તિ સમયે જન્મના કાળમાં માતાને પ્રાણોત્ક્રમણ પર્યન્તનું જે દુઃખ આપવામાં આવે છે તેની ક્ષમા અને યત્કિચિંત્ સેવાના બદલે માતાને પિંડદાન કરું છું.
(૨) ગર્ભ રહ્યા પ્રત્યેક માસે અંદરના શિશુ બનતા ગર્ભથી અતિદુઃખના કારણે દુઃખી બનેલી માતાને આપેલ સંતાપના કારણે માતાને પિંડદાન કરું છું.
(૩) દરેક માસને વિષે કરેલા કષ્ટ અને પ્રસવની અસહ્ય વેદનાને નિમિતે
 (૪) દશ માસ સંપૂર્ણ થયે ગર્ભનો અતિશય પીડાને કારણે થયેલા દુઃખની નિવૃત્યર્થે
 (૫) જન્મ આપતાં કેટલીક માતાઓનાં શરીરના ભાગો કાર્યરહિત બને છે. અને મૃત્યુપર્યંતનું દુઃખ પણ થાય છે તે માટે
 (૬) જ્યાં સુધી પુત્ર જન્મ નથી થતો ત્યાં સુધી માતાને ઘણું જ કષ્ટ રહે છે એ માટે
 (૭) પ્રસવ થયા પછી માતાને શરીરની શિથિલતા અને દુઃસહવેદના થાય છે એ સારૃ
 (૮) જેનો જન્મ પગથી એટલે જન્મના નિયમના વિરૃધ્ધ પ્રથમ શિરોનર્ગમ સ્થળે જન્મીને ઘણું જ દુઃખ થાય છે જે કાજે
 (૯) પુત્ર માટે માતા પોતાના ખાવાના ખોરાકને પણ ખાતી નથી અને પુત્ર જ્યાં સુધી ધાવતો હોય છે ત્યાં સુધી અલ્પાહારનું કષ્ટ પણ સહે છે.
 (૧૦) રાત્રિના સમયે પુત્ર મૂત્ર અને મળથી માતાની કુક્ષિને બગાડે છે. માતા તે સમયે શિતકાળમાં પણ પોતે ઠંડીને સહી બાળકના આરોગ્યનું જે ચિંત્વન કરે છે.
 (૧૧) કડવાં કડવાં ઔષધો અને કવાથોનું પાન કરી બાળકના આરોગ્યનું જે ચિંત્વન કરે છે તે માટે (૧૨) બાળક જ્યારે ખાઇ શકતો નથી તે સમયે સ્તનપાન કરાવી તેની તૃપ્તિ કરાવે છે જે સારૃ
(૧૩) બાળકોના સુખમય આરોગ્યથી પોતાની પુત્રના સુખનું ચિંત્વન પતિ સાથે કરે છે જે ઋણાર્થે (૧૪) મરણ બાદ પમમાર્ગમાં શોક કરે છે. તેના નિવારણાર્થે
(૧૫) પુત્રને વ્યાધિ થતાં માતા અનેક આક્રંદો કરી પ્રભુ પ્રાર્થના કરે છે અને પુત્રના સુખની વાંછના કરે છે જે માટે
 (૧૬) જે સમયમાં મરી ગયેલી માતા, જ્યાં સુધી પુત્ર શ્રાધ્ધ નથી કરતો ત્યાં સુધી તેની ગતિ થતી નથી અને પુત્ર તેના ઋણમાં રહે છે તેની મુક્તિ માટેના પિંડ દાનથી હું ઋણમુક્ત થાઉ છું. શ્રાધ્ધમાં પિતૃઓનું મંત્રો દ્વારા આવાહન કરવામાં આવે છે. ત્યારબાદ પછી પિતૃઓના મોક્ષ માટે પ્રભુની સ્તુતિ કરવામાં આવે છે.

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें